Connect with us

AYURVED

શિયાળામાં વજન ઘટાડવા માટેના આટલા સરળ અને અસરકારક ઉપાયો તમે કદાચ નહીં જોયા હોય!

શિયાળાની ઠંડીમાં વજન ઘટાડવું સાવ આસાન છે, એના માટે તમારે કસરત, જીમ કે વધારાની કોઈ જ મહેનતની જરૂર નથી માત્ર થોડી ટીપ્સ ફોલો કરો અને જુઓ કેટલું ફટાફટ વજન ઉતરે છે!

Published

on

– કઈ વસ્તુના સેવન થી ઘટી જશે વજન?
– પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય?

આવા સવાલો તમને થતાં હોય તો આ લેખ તમારા માટે જ છે. આપણને ખબર છે કે જ્યારે શિયાળો આવે છે ત્યારે વધારે પડતા લોકોને જમવાનું નિયંત્રણ રહેતું નથી. તેવામાં પેટની ચરબીતો વધવાની જ છે સાથે સાથે અનેક રોગોને પણ આમંત્રણ આપવા જેવું બનતું હોય છે…વધારે વજનથી હેરાન થતા લોકોને ઘણા પ્રયત્નો કરે છે, વજન ઘટાડવાના પરંતુ તેમને તેનું ધાર્યું પરિણામ મળતું નથી. એટલે જ તમારા માટે અમે એવા ઉપાય લાવ્યા છીએ કે જે તમારા વજનને ઘટાડવામાં મદદ કરશે.

આયુર્વેદિક ડોક્ટર કહે છે કે પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક ઉપાય એટલા માટે જરૂરી છે કેમકે શિયાળાની ઋતુમાં આપણું મેટાબોલીઝમ ખરાબ થઈ જાય છે, જેનાથી આપણા વજનમાં વધારો જોવા મળે છે. તો ચાલો જોઈ લઈએ શિયાળામાં વજન ઘટાડવાના કેટલાક ઉપાયો.

– પેટની ચરબી ઘટાડવાના આ રહ્યા ઉપાયો

(1) ખાલી પેટે ગરમ પાણી પીવું

શિયાળામાં ખાલી પેટે ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ વજન ઉતારવામાં પણ એ મદદ કરશે…ગરમ પાણીમાં તમે એક ચમચી લીંબુનો રસ અને મધ પણ નાખી શકો છો. આ પીણું મેટાબોલીજમને વધારે તેજ કરવામાં મદદ કરે છે, અને લાંબા સમયે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે..

(2) પાણીનું સેવન વારંવાર કરવું

આપણને ખબર છે કે શિયાળામાં વધારે પાણી પીવાનું મન થતું નથી, પરંતુ જો તમે પાણીને થોડી ઈલાયચી, આદુ કે તુલસીના પત્તા સાથે પણ ઉકાળી શકો છો. આ પીણાને એક વાસણમાં ભરી રાખવું અને રોજે રોજ પાણીમાં ઉમેરી તેને ગરમ કરીને પીવું…આવું કરવાથી પાણીનું સેવન વધારે થશે જે શરીર માટે જરૂરી છે..

(3) ઋતુ પ્રમાણે શાકનું સેવન કરવું
વજન ઘટાડવા માટે આપણે જમવામાં ગાજર, મૂળા, મેથી, સરસોનું શાક જેવા શાક ખાવા જોઈએ…આ બધા શાકમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર ભરપૂર હોય છે, જે આપણા વજનને ઘટાડવામાં મદદ કરે છે.

(4) સૂપ વધારે માત્રામાં પીવું

સૂપ વિશે સૌથી સરસ વાત એ છે કે તેના રસથી વિપરીત ફાઇબરને પણ તે બનાવે છે, રેસાને તૂટવામાં અને પચવામાં વધારે લાંબો સમય લાગતો હોય છે જેના કારણે લાંબા સમય સુધી સિસ્ટમ બની રહે છે, અને તે પણ વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી રહે છે.

(5) હર્બલ ચાનું સેવન કરવું :-

વજન ઘટાડવા માટે નિયમિત રીતે ચા અને કોફીની જગ્યાએ હર્બલ ચા પીવી જોઈએ. પાણીમાં થોડું આદુ, તુલસી કે ઇલાયચી નાખીને ઉકાળવું અને તેને પી લેવું. જો તમે ઓફિસમાં હોવ છો તો તમે તેમાં તુલસી પણ ઉમેરી શકો છો. આ ચા પણ તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

AYURVED

હાર્ટ એટેકના લક્ષણો જાણી લો

હાર્ટ એટેક પહેલા શરીરમાં આવા લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઈ જાઓ.

Published

on

આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોના કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહી છે. આ અચાનક બનેલી ઘટના છે જેમાં વ્યક્તિનો જીવ જાય છે. એટલે જ જો તમને હ્રદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી લાગે તો ચોક્કસથી ડૉક્ટરનો સંપર્ક કરો. એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેક આવતા પહેલા જ તેના લક્ષણો દેખાવા લાગે છે. ચાલો જાણીએ એવા સંકેતો વિશે જે હાર્ટ એટેક પહેલા જોવા મળે છે..

1. પેટની સમસ્યા

હૃદય સંબંધિત રોગોની મુખ્ય નિશાનીમાં પહેલી છે પાચનને લગતી સમસ્યાઓ. જો તમે સતત પેટ અને છાતીમાં બળતરા અનુભવો છો, તો તે હૃદય સંબંધિત રોગોની નિશાની હોઈ શકે છે. સામાન્ય રોગ તરીકે તેને અવગણશો નહીં, જો આ સમસ્યા ઘણા દિવસો સુધી રહે છે, તો ડૉક્ટરની સલાહ લો.

2. છાતીમાં દુખાવો

છાતીમાં દુખાવો, ભારેપણું, જકડાઈ જવું આ બધી હ્રદય સંબંધિત રોગોની નિશાની હોઈ શકે છે. જો તમને છાતીમાં દુખાવો લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો.

3. ખૂબ થાકનો અહેસાસ

હૃદય સંબંધિત બિમારીઓમાં શરીરના ઘણા ભાગોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે વધુ પડતો થાક અનુભવે છે. આ હાર્ટ એટેકની નિશાની પણ હોઈ શકે છે.

4. પેટ ફૂલવાની સમસ્યા

જો તમને સતત ઉબકા અને પેટમાં ફૂલવાની સમસ્યા થતી હોય તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો. તેને સામાન્ય સમસ્યા સમજવાની ભૂલ ન કરો. આ સમસ્યા સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે.

5. પગમાં સોજો

રિપોર્ટ્સ એવું પણ કહે છે કે, પગમાં સોજો આવવાને હાર્ટ એટેકનો સામાન્ય સંકેત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જ્યારે હૃદય યોગ્ય રીતે પંપ કરતું નથી, ત્યારે પગમાં સોજાની સમસ્યા થઈ શકે છે. આ કિસ્સામાં પણ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ…

Continue Reading

AYURVED

આપણને માથાના ચક્કર કેમ આવે છે? અને તેનાથી બચવાના ઉપાયો જાણી લો!

તમને બેસતાં કે ઊભા થતાં સમયે ચક્કર આવે છે ? જો આવું થતું હોય તો ચેતી જજો, તેની અવગણના ભારે પડી શકે છે!

Published

on

શું તમને બેસતા કે ઉભા થતા સમયે ચક્કર આવે છે? કે ઘણા દિવસ સુધી સામાન્ય ચક્કર આવી રહ્યા હોય એવું લાગે છે ? માથું બહુ વધારે ગોળ-ગોળ ફરી રહ્યું હોય કે, બેસી ન શકાય એવું લાગે છે ? અને આપણી આસપાસની વસ્તુઓ ગોળ ગોળ ફરતી હોય તેવો અનુભવ થાય છે ? તો તેની અવગણના ના કરવી. ચક્કર આવવા એ સર્વાઇકલ સ્પૉનિડેલાઈટ્સ, એપિલેપ્સી, લો-બીપી અને દિલને લગતી બીમારીનો સંકેત પણ હોઇ શકે છે. ડોક્ટર્સ કહે છે કે ચક્કર આવવા એ કોઈ બીમારી નથી પણ એ બીજી ઘણી બીમારીનો સંકેત આપે છે. એટલા માટે તમને અચાનક બહુ વધારે ચક્કરનો અહેસાસ થાય તો ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ.

– ચક્કર આવવાના કારણો:

– બ્રેઇન ટ્યુમર
– સર્વાઇકલ સ્પૉન્ડેલાઈટીસ
– કાનના સંક્રમણ
– એપિલેપ્સી
– બ્લડ પ્રેશર ઓછું થવું
– દિલ ને લગતી બીમારી
– કોઈ વાતની ચિંતા થવી
– ઇનિમિયા
– શરીરમાં પાણી ઓછું થવું

– ડોક્ટરની મુલાકાત ક્યારે લેવી?

જો દર્દીને અચાનક ચક્કર આવવાના શરૂ થઈ ગયા હોય તો, એનો મતલબ એ છે કે તેનાથી કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે. તે મુશ્કેલી મગજ અને દિલથી લગતી પણ હોઈ શકે છે. જો કોઇકવાર ચક્કર આવે છે તો સર્વાઇકલ કે કાન સંક્રમણની સમસ્યા થઈ શકે છે. તે ઉપરાંત ઘણા અન્ય કારણ પણ હોઈ શકે છે, જે જાણવા માટેની શરૂઆતના લક્ષણ દેખાવા પર ડોક્ટરની મુલાકાત જરૂર થી લો.

– ચક્કર આવવાના લક્ષણ :
– ઉભા થતાં અથવા બેસતાં સમયે ચક્કર આવવા
– માથુ એક તરફ ઢળતું હોય તેવો અહેસાસ થવો
– માથું દુખાવાની સાથે બેહોશ થવું
– ઉભા અને બેસતા સમયે શરીરનું સંતુલન ન રહેવું
– તેવો અહેસાસ થવો કે શરીરે તરી રહ્યું છે
– દિલની ધડકન અનિયમિત થઈ જવી
– મૂંઝવણ થવી

– શું છે આનાથી બચવાનો ઉપાય?

જાણકાર ડોક્ટર્સ કહે છે કે જો બહુ વધારે ચક્કર આવે તો ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેવી. ડોક્ટર મુશ્કેલીનું કારણ જાણી તેનો ઉપાય કહેશે. આ ઉપરાંત ઘણી વાર કોઈ મોટી બીમારી કે કોઈ બીજા અન્ય કારણોથી ચક્કર આવે છે તો, સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેને નિયંત્રણમાં લાવી શકાય છે. ઘણી વધારે માત્રામાં પાણી પીવું જોઈએ…

Continue Reading

AYURVED

સંગીત વગાડો મચ્છર ભગાડો!

શું સંગીત મચ્છર ભગાડવાના કામમાં આવી શકે છે ? મચ્છર કરડવાથી થતી બીમારી અને તેનાથી બચવાના આવા સંગીતમય ઉપાયો તમે નહીં સાંભળ્યા હોય!

Published

on

દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુનો પ્રકોપ ચાલતો જ રહે છે…લોકોને તેનાથ બચવા માટે સતર્ક કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચિંતાની વાત એ છે કે આ વખતે ડેન્ગ્યુના નવા સ્ટ્રેન ‘સીરોટાઈપ – 2 ‘ જોવા મળ્યો છે..અમેરિકન જનરલ ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઇજીનના સંશોધનનું માનીએ તો ડેન્ગ્યુ સીરોટાઈપ – 2 ખૂબ ગંભીર બની શકે છે. એટલે જ મચ્છરોથી બચવું ખૂબ જરૂરી છે.

આમ તો મચ્છરને ભગાડવા માટે કેમિકલવાળી પ્રોડક્ટ અસરકારક સાબિત થતી હોય છે પરંતુ શું તમને એ ખબર છે કે જોરથી વાગતું સંગીત પણ મચ્છરના કરડવાથી બચાવી શકે છે ? આ વાત સાંભળીને લાગશે કે યે બાત કુછ હજમ નહીં હુઈ…પણ આ કોઈ મજાક નથી. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના સર્વે પ્રમાણે મચ્છરોને વધારે જોરથી વાગતું સંગીત પસંદ હોતું નથી. એમાં ય ઇલેક્ટ્રોનિક ઉપકરણથી અને જોરશોરથી વાગતા સંગીતને કારણે ન તો મચ્છર બ્રિડ ઉત્પન્ન કરી શકે છે ન તો તે કરડી શકે છે..

– તમારો સ્માર્ટફોન પણ ભગાડી શકે છે મચ્છર !

હવે આ વાંચીને પણ તમને નવાઈ જરૂર લાગશે જ…કે મચ્છર ભગાડવા માટે તમે સ્માર્ટફોનની પણ મદદ લઈ શકો છો. આના માટે ફક્ત ખાલી થોડી એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઘણી એન્ટી મોસ્કીટો એપ્સ ઉપ્લબ્ધ છે. મચ્છરોને આ એપ્સનો વધારે ઉંચો અવાજ બિલકુલ પસંદ નથી હોતો. એટલે તે અવાજ સાંભળી તેઓ આસપાસ ફરકતા નથી..આ એપને ચાલુ કરીએ ત્યારે 17 થી 22 કિલો હર્ટસના તરંગો આવે છે જે મચ્છરો અને માખીઓનોને ભાગવા માટે મજબૂર કરે છે. આ તરંગો માણસોને નથી સંભળાતા અને તે આપણા માટે ખતરનાક પણ નથી હોતા….એટલે સમજો કે મોટા રૂમોમાં મોબાઇલ ફોનના સ્પીકર ચાલુ કરીને પણ મચ્છર ભગાવી શકાય છે.

શું મચ્છર સાંભળી શકે છે?

જી હાં…મચ્છરો 2 હજાર હર્ટસ સુધી સાંભળી શકે છે. પુરુષ મચ્છરમાં સાંભળવાની ક્ષમતા વધારે હોય છે. લાંબા સમય સુધી માદા મચ્છરોને બહેરા માનવામાં આવતા હતા, પણ 2006 માં ગૈબીએલા ગીબ્સન અને ઇયાન રસેલ નામના સંશોધકોની ‘કરંટ બાયોલોજી’ મા પ્રકાશિત થયેલી શોધ મુજબ માદા મચ્છર પણ સાંભળી શકે છે. મચ્છર તેના માથા ઉપર બે પંખ વાળા એન્ટીનાથી સજ્જ હોય છે, તેનો ઉપયોગ કરીને તેઓ સાંભળી શકે છે.

– મચ્છર આપણને કેવી રીતે શોધે છે?

આપણને હંમેશા થતું હોય છે કે મચ્છરો આપણને શોધી કેવી રીતે કાઢે છે ? તો કેલિફોર્નિયાના એક સંશોધન પ્રમાણે માણસોની ગંધ, શરીરમાંથી નીકળતી ગરમી અને મચ્છરોની તેજ ઇન્દ્રિયોના કારણે માણસોના હોવાની ખબર પડી જાય છે. માદા મચ્છર હંમેશા માણસોના લોહીને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. આ એક કારણના લીધે માણસ સહિત ઘણા પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માદા મચ્છર સેસિંગ ઓર્ગન્સના લીધે 30 ફૂટથી વધારે દૂરથી પણ ઓળખી લે છે. આ કારણે મચ્છર અંધારામાં પણ માણસોની પાસે પહોંચી જાય છે.
– ગર્ભવતી સ્ત્રીઓ સામાન્ય માણસના તુલના પ્રમાણે ૨૦ ટકા વધારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તેવામાં મચ્છર તેમને વધારે કરડે છે. એક શોધમાં એક વાત પણ મળી હતી કે જો કોઈને પરસેવો વધારે થાય છે તો તેને મચ્છર બીજા લોકો કરતા વધારે કરડે છે.

-મચ્છરો ગણગણ કેમ કરે છે?

મચ્છરની ગુંજ તેની પાંખને ફફડાવવાનો અવાજ હોય છે. ઘણા વૈજ્ઞાનિકોના મતે મચ્છરનો આ અવાજ તેમને વિપરીત લિંગની શોધ કરવામાં મદદ કરે છે. લુઇસ ઇમ રોથના સંશોધનો કહે છે કે જ્યારે માદા મચ્છર ઉડે છે ત્યારે તે નર મચ્છરની પાસે જાય છે. એ ગુંજ તેની શોધમાં હોય છે.
મચ્છર કરડવાથી થઈ શકે છે ઘણી બીમારીઓ

WHO ના પ્રમાણે, મેલેરિયાથી દર વર્ષે 4 લાખથી વધારે મોત થતા હોય છે. જ્યારે ડેન્ગ્યુ 96 મિલિયનની આસપાસ રોગ સૂચક મામલો અને દર વર્ષના અનુમાનિત 40,000ના મોતનું કારણ બને છે.

મચ્છર કરડે તો શું લેશો કાળજી ?

નિષ્ણાતોના મતે ઘણા લોકો મચ્છરોના કરડવાને ગંભીર સમજતા નથી. એટલે ઘરમાંથી જ કંઈક ઉપાય અપનાવીને મચ્છરોને કરડવાથી થતી એલર્જીથી રાહત મેળવી લે છે. ઘણા કેસમાં એવું પણ હોય છે જેમાં લોકોને ડોક્ટરની પાસે જવું પડે છે. મચ્છરોના કરડવાથી કોઈ ખતરનાક અને જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. જોકે તેનાથી બચવા માટે બધી આવશ્યક નિયમોનું પાલન કરવું જરૂરી છે.જે જગ્યાએ મચ્છર કરડ્યું હોય ત્યાં ખંજવાળવું નહીં. સાબુ અને પાણીથી સારી રીતે તેને ધોઈ લેવું. આ સિવાય હાઇડ્રોકટિસોન ક્રીમ લગાડી શકાય છે.

– મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ :

– મેલેરિયા
– ડેન્ગ્યુ
– ચિકનગુનિયા
– જીકા વાયરસ
– યકો ફીવર
– જાપાની અન્સેફ્લાઇપિસ કે બ્રેન ફીવર
– ફાઇલેરિયા કે હાથીપગ

– આવા લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની પાસે જવું

– તાવ
– માથું દુખવું
– આંખો દુખવી
– શ્વાસ ચડવો
– ઠંડી લાગવી
– થાક અને અશક્તિ લાગવી
– પીલિયા થવો
– ઉલટી થવી
– પેઢામાંથી લોહી નીકળવું
– ગરદનમાં જડતા આવવી

————————

– મચ્છરોથી બચવા ના ઉપાયો:

– તજનો સ્પ્રે વાપરવો
– આખા કપડાં પહેરવા
– સુવા સમયે પંખો વધારે કરીને સુવુ
– દરવાજા અને બારીઓ ઉપર જાળી લાગવવી
– ઘર અને આપણી આસપાસ ચોખ્ખાઈ રાખવી
– મચ્છરદાનીનો ઉપયોગ કરવો
– લીમડાના તેલ ને હાથ પગ ઉપર લગાવું
– ફુદીનાના પત્તાના રસને છાંટવો
– ઘરમાં લાગેલો તુલસીનો છોડ મચ્છરોથી દૂર રાખે છે
– સુતા સમયે ચમકદાર કે હલકા રંગના કપડા પહેરવા
– મચ્છર મારવાવાળા રેકેટનો ઉપયોગ કરવો

Continue Reading

Trending

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.