દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુનો પ્રકોપ ચાલતો જ રહે છે…લોકોને તેનાથ બચવા માટે સતર્ક કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચિંતાની વાત એ છે કે આ વખતે ડેન્ગ્યુના નવા સ્ટ્રેન ‘સીરોટાઈપ – 2 ‘ જોવા મળ્યો છે..અમેરિકન જનરલ ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઇજીનના સંશોધનનું માનીએ તો ડેન્ગ્યુ સીરોટાઈપ – 2 ખૂબ ગંભીર બની શકે છે. એટલે જ મચ્છરોથી બચવું ખૂબ જરૂરી છે.
આમ તો મચ્છરને ભગાડવા માટે કેમિકલવાળી પ્રોડક્ટ અસરકારક સાબિત થતી હોય છે પરંતુ શું તમને એ ખબર છે કે જોરથી વાગતું સંગીત પણ મચ્છરના કરડવાથી બચાવી શકે છે ? આ વાત સાંભળીને લાગશે કે યે બાત કુછ હજમ નહીં હુઈ…પણ આ કોઈ મજાક નથી. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના સર્વે પ્રમાણે મચ્છરોને વધારે જોરથી વાગતું સંગીત પસંદ હોતું નથી. એમાં ય ઇલેક્ટ્રોનિક ઉપકરણથી અને જોરશોરથી વાગતા સંગીતને કારણે ન તો મચ્છર બ્રિડ ઉત્પન્ન કરી શકે છે ન તો તે કરડી શકે છે..
– તમારો સ્માર્ટફોન પણ ભગાડી શકે છે મચ્છર !
હવે આ વાંચીને પણ તમને નવાઈ જરૂર લાગશે જ…કે મચ્છર ભગાડવા માટે તમે સ્માર્ટફોનની પણ મદદ લઈ શકો છો. આના માટે ફક્ત ખાલી થોડી એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઘણી એન્ટી મોસ્કીટો એપ્સ ઉપ્લબ્ધ છે. મચ્છરોને આ એપ્સનો વધારે ઉંચો અવાજ બિલકુલ પસંદ નથી હોતો. એટલે તે અવાજ સાંભળી તેઓ આસપાસ ફરકતા નથી..આ એપને ચાલુ કરીએ ત્યારે 17 થી 22 કિલો હર્ટસના તરંગો આવે છે જે મચ્છરો અને માખીઓનોને ભાગવા માટે મજબૂર કરે છે. આ તરંગો માણસોને નથી સંભળાતા અને તે આપણા માટે ખતરનાક પણ નથી હોતા….એટલે સમજો કે મોટા રૂમોમાં મોબાઇલ ફોનના સ્પીકર ચાલુ કરીને પણ મચ્છર ભગાવી શકાય છે.
શું મચ્છર સાંભળી શકે છે?
જી હાં…મચ્છરો 2 હજાર હર્ટસ સુધી સાંભળી શકે છે. પુરુષ મચ્છરમાં સાંભળવાની ક્ષમતા વધારે હોય છે. લાંબા સમય સુધી માદા મચ્છરોને બહેરા માનવામાં આવતા હતા, પણ 2006 માં ગૈબીએલા ગીબ્સન અને ઇયાન રસેલ નામના સંશોધકોની ‘કરંટ બાયોલોજી’ મા પ્રકાશિત થયેલી શોધ મુજબ માદા મચ્છર પણ સાંભળી શકે છે. મચ્છર તેના માથા ઉપર બે પંખ વાળા એન્ટીનાથી સજ્જ હોય છે, તેનો ઉપયોગ કરીને તેઓ સાંભળી શકે છે.
– મચ્છર આપણને કેવી રીતે શોધે છે?
આપણને હંમેશા થતું હોય છે કે મચ્છરો આપણને શોધી કેવી રીતે કાઢે છે ? તો કેલિફોર્નિયાના એક સંશોધન પ્રમાણે માણસોની ગંધ, શરીરમાંથી નીકળતી ગરમી અને મચ્છરોની તેજ ઇન્દ્રિયોના કારણે માણસોના હોવાની ખબર પડી જાય છે. માદા મચ્છર હંમેશા માણસોના લોહીને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. આ એક કારણના લીધે માણસ સહિત ઘણા પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માદા મચ્છર સેસિંગ ઓર્ગન્સના લીધે 30 ફૂટથી વધારે દૂરથી પણ ઓળખી લે છે. આ કારણે મચ્છર અંધારામાં પણ માણસોની પાસે પહોંચી જાય છે.
– ગર્ભવતી સ્ત્રીઓ સામાન્ય માણસના તુલના પ્રમાણે ૨૦ ટકા વધારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તેવામાં મચ્છર તેમને વધારે કરડે છે. એક શોધમાં એક વાત પણ મળી હતી કે જો કોઈને પરસેવો વધારે થાય છે તો તેને મચ્છર બીજા લોકો કરતા વધારે કરડે છે.
-મચ્છરો ગણગણ કેમ કરે છે?
મચ્છરની ગુંજ તેની પાંખને ફફડાવવાનો અવાજ હોય છે. ઘણા વૈજ્ઞાનિકોના મતે મચ્છરનો આ અવાજ તેમને વિપરીત લિંગની શોધ કરવામાં મદદ કરે છે. લુઇસ ઇમ રોથના સંશોધનો કહે છે કે જ્યારે માદા મચ્છર ઉડે છે ત્યારે તે નર મચ્છરની પાસે જાય છે. એ ગુંજ તેની શોધમાં હોય છે.
મચ્છર કરડવાથી થઈ શકે છે ઘણી બીમારીઓ
WHO ના પ્રમાણે, મેલેરિયાથી દર વર્ષે 4 લાખથી વધારે મોત થતા હોય છે. જ્યારે ડેન્ગ્યુ 96 મિલિયનની આસપાસ રોગ સૂચક મામલો અને દર વર્ષના અનુમાનિત 40,000ના મોતનું કારણ બને છે.
મચ્છર કરડે તો શું લેશો કાળજી ?
નિષ્ણાતોના મતે ઘણા લોકો મચ્છરોના કરડવાને ગંભીર સમજતા નથી. એટલે ઘરમાંથી જ કંઈક ઉપાય અપનાવીને મચ્છરોને કરડવાથી થતી એલર્જીથી રાહત મેળવી લે છે. ઘણા કેસમાં એવું પણ હોય છે જેમાં લોકોને ડોક્ટરની પાસે જવું પડે છે. મચ્છરોના કરડવાથી કોઈ ખતરનાક અને જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. જોકે તેનાથી બચવા માટે બધી આવશ્યક નિયમોનું પાલન કરવું જરૂરી છે.જે જગ્યાએ મચ્છર કરડ્યું હોય ત્યાં ખંજવાળવું નહીં. સાબુ અને પાણીથી સારી રીતે તેને ધોઈ લેવું. આ સિવાય હાઇડ્રોકટિસોન ક્રીમ લગાડી શકાય છે.
– મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ :
– મેલેરિયા
– ડેન્ગ્યુ
– ચિકનગુનિયા
– જીકા વાયરસ
– યકો ફીવર
– જાપાની અન્સેફ્લાઇપિસ કે બ્રેન ફીવર
– ફાઇલેરિયા કે હાથીપગ
– આવા લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની પાસે જવું
– તાવ
– માથું દુખવું
– આંખો દુખવી
– શ્વાસ ચડવો
– ઠંડી લાગવી
– થાક અને અશક્તિ લાગવી
– પીલિયા થવો
– ઉલટી થવી
– પેઢામાંથી લોહી નીકળવું
– ગરદનમાં જડતા આવવી
————————
– મચ્છરોથી બચવા ના ઉપાયો:
– તજનો સ્પ્રે વાપરવો
– આખા કપડાં પહેરવા
– સુવા સમયે પંખો વધારે કરીને સુવુ
– દરવાજા અને બારીઓ ઉપર જાળી લાગવવી
– ઘર અને આપણી આસપાસ ચોખ્ખાઈ રાખવી
– મચ્છરદાનીનો ઉપયોગ કરવો
– લીમડાના તેલ ને હાથ પગ ઉપર લગાવું
– ફુદીનાના પત્તાના રસને છાંટવો
– ઘરમાં લાગેલો તુલસીનો છોડ મચ્છરોથી દૂર રાખે છે
– સુતા સમયે ચમકદાર કે હલકા રંગના કપડા પહેરવા
– મચ્છર મારવાવાળા રેકેટનો ઉપયોગ કરવો