Connect with us

AYURVED

સુગરલેસ ડાયટ પ્લાનથી ઘટાડો વજન, નિષ્ણાતો પાસેથી જાણો તેની પદ્ધતિ અને ફાયદાઓ

ખાંડથી મેદસ્વીતા વધે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક નથી તો સુગરલેસ ડાયટ શું છે અને તેનાથી કેવી રીતે તમે સ્વસ્થ રહી શકો છો ? જાણી લો આ અહેવાલમાં.

Published

on

ફિટ અને તંદુરસ્ત શરીર કોને ન ગમે ? લોકો પોતાને ફિટ રાખવા માટે અલગ-અલગ ડાયટ પ્લાનનો સહારો લે છે. પરંતુ શરીરના પ્રકાર મુજબ, ઘણા આહાર ફાયદાકારક છે, જ્યારે કેટલાક શરીર પર કોઈ અસર દર્શાવતા નથી. પરંતુ મોટાભાગના નિષ્ણાતો એક વાતથી સંમત થાય છે કે સુગરવાળા ખોરાકથી લોકોમાં મેદસ્વિતાપણું વધે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડનો કોઈપણ ખોરાક ફાયદાકારક નથી. તમે નામ પરથી જ સમજી શકો કે નો સુગર ડાયટનો એટલે કે જે આહારમાં ખાંડનો ઉપયોગ થયો ન હોય. નો સુગર ડાયટ પ્લાન અંગે નિષ્ણાંતોએ શું માહિતી આપી છે તે અંગે જાણીએ…

નો સુગર ડાયટ એટલે શું?

નો સુગર ડાયટ એટલે એવો આહાર જેમાં ખાંડ અને મીઠી વસ્તુઓનો સમાવેશ ન થતો હોય. ચા અને કોફીમાં ખાંડ નાખીને તેનું સેવન કરવાનું નથી. તેમજ ગોળ અથવા સુગર ફ્રી ગોળીઓ જેવા ખાંડના વિકલ્પ પણ લેવાના નથી. આવા આહારને લો-કાર્બ આહાર પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી.

નો સુગર ડાયટના ફાયદા
• ખાંડ વગરનો ખોરાક લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
• દાંત અને ઓરલ હેલ્થ માટે નો સુગર ડાયટ ફાયદાકારક છે.
• દાંતમાં કેવિટીને અટકાવે છે.
• ઘણા નિષ્ણાતોના મતે, નો-સુગર ડાયટ લેવાથી ડિપ્રેશનના લક્ષણોથી બચી શકાય છે.
• હૃદય અને લીવરને સ્વસ્થ રાખવા માટે નો સુગર ડાયટ જરૂરી છે.
• ત્વચામાં સોજો, ગરદનમાં કાળાશ, પિમ્પલ્સ વગેરે સમસ્યાઓથી છુટકારો મળશે.
• બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

નો સુગર ડાયટના ગેરફાયદા

નો સુગર ડાયટ એક અંશે ફાયદાકારક તો છે. પરંતુ તેને તમારી દિનચર્યામાં સામેલ કરતા પહેલા તમારી જાતને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવી પડશે. કારણ કે ખાંડ વગરનો ખોરાક લેવાથી ચિંતા, અનિદ્રા, મીઠાઈની લાલસા, યાદશક્તિમાં ઘટાડો, માથાનો દુખાવો, લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું થવુ જેવા લક્ષણો આવી શકે છે.

નો સુગર ડાયટની સાચી રીત

ખાંડનું પ્રમાણ અચાનક બંધ કરવાને બદલે ધીમે ધીમે ઘટાડો શરૂ કરો. WHO અનુસાર, વ્યક્તિએ દિવસમાં 5 ચમચીથી વધુ ખાંડ ન લેવી જોઈએ. આને ધ્યાનમાં રાખીને, ખાંડ સિવાય, અન્ય તમામ આરોગ્યપ્રદ વસ્તુઓને આહારમાં શામેલ કરો.

જેમકે,
• ખાંડ વગરના આહારમાં લીંબુ પાણી, નાળિયેર પાણી વગેરેનું સેવન કરી શકાય.
• ખાંડ વગરના આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો.
• પ્રોટીનયુક્ત ખોરાકની વાત કરીએ તો તેમાં ઈંડા, કઠોળ વગેરે ખાઓ. થાઈરોઈડના દર્દીઓએ પ્રોટીન લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
• તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકા ફળો, બ્રાઉન રાઇસ વગેરેનું સેવન કરો.

નો સુગર ડાયટમાં શું ન ખાવું?

ખાંડ વગરના આહારમાં શુદ્ધ ખાંડનું સેવન ન કરો. ગોળનું સેવન પણ ન કરો. સફેદ ભાત, સફેદ બ્રેડ, મીઠાઈઓ, કેક, ઠંડા પીણા, કેળા, કેરી, બટેટા, શક્કરીયા, પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, તેલયુક્ત ખાવાનું ટાળો.

AYURVED

હાર્ટ એટેકના લક્ષણો જાણી લો

હાર્ટ એટેક પહેલા શરીરમાં આવા લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઈ જાઓ.

Published

on

આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોના કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહી છે. આ અચાનક બનેલી ઘટના છે જેમાં વ્યક્તિનો જીવ જાય છે. એટલે જ જો તમને હ્રદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી લાગે તો ચોક્કસથી ડૉક્ટરનો સંપર્ક કરો. એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેક આવતા પહેલા જ તેના લક્ષણો દેખાવા લાગે છે. ચાલો જાણીએ એવા સંકેતો વિશે જે હાર્ટ એટેક પહેલા જોવા મળે છે..

1. પેટની સમસ્યા

હૃદય સંબંધિત રોગોની મુખ્ય નિશાનીમાં પહેલી છે પાચનને લગતી સમસ્યાઓ. જો તમે સતત પેટ અને છાતીમાં બળતરા અનુભવો છો, તો તે હૃદય સંબંધિત રોગોની નિશાની હોઈ શકે છે. સામાન્ય રોગ તરીકે તેને અવગણશો નહીં, જો આ સમસ્યા ઘણા દિવસો સુધી રહે છે, તો ડૉક્ટરની સલાહ લો.

2. છાતીમાં દુખાવો

છાતીમાં દુખાવો, ભારેપણું, જકડાઈ જવું આ બધી હ્રદય સંબંધિત રોગોની નિશાની હોઈ શકે છે. જો તમને છાતીમાં દુખાવો લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો.

3. ખૂબ થાકનો અહેસાસ

હૃદય સંબંધિત બિમારીઓમાં શરીરના ઘણા ભાગોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે વધુ પડતો થાક અનુભવે છે. આ હાર્ટ એટેકની નિશાની પણ હોઈ શકે છે.

4. પેટ ફૂલવાની સમસ્યા

જો તમને સતત ઉબકા અને પેટમાં ફૂલવાની સમસ્યા થતી હોય તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો. તેને સામાન્ય સમસ્યા સમજવાની ભૂલ ન કરો. આ સમસ્યા સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે.

5. પગમાં સોજો

રિપોર્ટ્સ એવું પણ કહે છે કે, પગમાં સોજો આવવાને હાર્ટ એટેકનો સામાન્ય સંકેત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જ્યારે હૃદય યોગ્ય રીતે પંપ કરતું નથી, ત્યારે પગમાં સોજાની સમસ્યા થઈ શકે છે. આ કિસ્સામાં પણ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ…

Continue Reading

AYURVED

આપણને માથાના ચક્કર કેમ આવે છે? અને તેનાથી બચવાના ઉપાયો જાણી લો!

તમને બેસતાં કે ઊભા થતાં સમયે ચક્કર આવે છે ? જો આવું થતું હોય તો ચેતી જજો, તેની અવગણના ભારે પડી શકે છે!

Published

on

શું તમને બેસતા કે ઉભા થતા સમયે ચક્કર આવે છે? કે ઘણા દિવસ સુધી સામાન્ય ચક્કર આવી રહ્યા હોય એવું લાગે છે ? માથું બહુ વધારે ગોળ-ગોળ ફરી રહ્યું હોય કે, બેસી ન શકાય એવું લાગે છે ? અને આપણી આસપાસની વસ્તુઓ ગોળ ગોળ ફરતી હોય તેવો અનુભવ થાય છે ? તો તેની અવગણના ના કરવી. ચક્કર આવવા એ સર્વાઇકલ સ્પૉનિડેલાઈટ્સ, એપિલેપ્સી, લો-બીપી અને દિલને લગતી બીમારીનો સંકેત પણ હોઇ શકે છે. ડોક્ટર્સ કહે છે કે ચક્કર આવવા એ કોઈ બીમારી નથી પણ એ બીજી ઘણી બીમારીનો સંકેત આપે છે. એટલા માટે તમને અચાનક બહુ વધારે ચક્કરનો અહેસાસ થાય તો ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ.

– ચક્કર આવવાના કારણો:

– બ્રેઇન ટ્યુમર
– સર્વાઇકલ સ્પૉન્ડેલાઈટીસ
– કાનના સંક્રમણ
– એપિલેપ્સી
– બ્લડ પ્રેશર ઓછું થવું
– દિલ ને લગતી બીમારી
– કોઈ વાતની ચિંતા થવી
– ઇનિમિયા
– શરીરમાં પાણી ઓછું થવું

– ડોક્ટરની મુલાકાત ક્યારે લેવી?

જો દર્દીને અચાનક ચક્કર આવવાના શરૂ થઈ ગયા હોય તો, એનો મતલબ એ છે કે તેનાથી કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે. તે મુશ્કેલી મગજ અને દિલથી લગતી પણ હોઈ શકે છે. જો કોઇકવાર ચક્કર આવે છે તો સર્વાઇકલ કે કાન સંક્રમણની સમસ્યા થઈ શકે છે. તે ઉપરાંત ઘણા અન્ય કારણ પણ હોઈ શકે છે, જે જાણવા માટેની શરૂઆતના લક્ષણ દેખાવા પર ડોક્ટરની મુલાકાત જરૂર થી લો.

– ચક્કર આવવાના લક્ષણ :
– ઉભા થતાં અથવા બેસતાં સમયે ચક્કર આવવા
– માથુ એક તરફ ઢળતું હોય તેવો અહેસાસ થવો
– માથું દુખાવાની સાથે બેહોશ થવું
– ઉભા અને બેસતા સમયે શરીરનું સંતુલન ન રહેવું
– તેવો અહેસાસ થવો કે શરીરે તરી રહ્યું છે
– દિલની ધડકન અનિયમિત થઈ જવી
– મૂંઝવણ થવી

– શું છે આનાથી બચવાનો ઉપાય?

જાણકાર ડોક્ટર્સ કહે છે કે જો બહુ વધારે ચક્કર આવે તો ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેવી. ડોક્ટર મુશ્કેલીનું કારણ જાણી તેનો ઉપાય કહેશે. આ ઉપરાંત ઘણી વાર કોઈ મોટી બીમારી કે કોઈ બીજા અન્ય કારણોથી ચક્કર આવે છે તો, સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેને નિયંત્રણમાં લાવી શકાય છે. ઘણી વધારે માત્રામાં પાણી પીવું જોઈએ…

Continue Reading

AYURVED

સંગીત વગાડો મચ્છર ભગાડો!

શું સંગીત મચ્છર ભગાડવાના કામમાં આવી શકે છે ? મચ્છર કરડવાથી થતી બીમારી અને તેનાથી બચવાના આવા સંગીતમય ઉપાયો તમે નહીં સાંભળ્યા હોય!

Published

on

દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુનો પ્રકોપ ચાલતો જ રહે છે…લોકોને તેનાથ બચવા માટે સતર્ક કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચિંતાની વાત એ છે કે આ વખતે ડેન્ગ્યુના નવા સ્ટ્રેન ‘સીરોટાઈપ – 2 ‘ જોવા મળ્યો છે..અમેરિકન જનરલ ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઇજીનના સંશોધનનું માનીએ તો ડેન્ગ્યુ સીરોટાઈપ – 2 ખૂબ ગંભીર બની શકે છે. એટલે જ મચ્છરોથી બચવું ખૂબ જરૂરી છે.

આમ તો મચ્છરને ભગાડવા માટે કેમિકલવાળી પ્રોડક્ટ અસરકારક સાબિત થતી હોય છે પરંતુ શું તમને એ ખબર છે કે જોરથી વાગતું સંગીત પણ મચ્છરના કરડવાથી બચાવી શકે છે ? આ વાત સાંભળીને લાગશે કે યે બાત કુછ હજમ નહીં હુઈ…પણ આ કોઈ મજાક નથી. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના સર્વે પ્રમાણે મચ્છરોને વધારે જોરથી વાગતું સંગીત પસંદ હોતું નથી. એમાં ય ઇલેક્ટ્રોનિક ઉપકરણથી અને જોરશોરથી વાગતા સંગીતને કારણે ન તો મચ્છર બ્રિડ ઉત્પન્ન કરી શકે છે ન તો તે કરડી શકે છે..

– તમારો સ્માર્ટફોન પણ ભગાડી શકે છે મચ્છર !

હવે આ વાંચીને પણ તમને નવાઈ જરૂર લાગશે જ…કે મચ્છર ભગાડવા માટે તમે સ્માર્ટફોનની પણ મદદ લઈ શકો છો. આના માટે ફક્ત ખાલી થોડી એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઘણી એન્ટી મોસ્કીટો એપ્સ ઉપ્લબ્ધ છે. મચ્છરોને આ એપ્સનો વધારે ઉંચો અવાજ બિલકુલ પસંદ નથી હોતો. એટલે તે અવાજ સાંભળી તેઓ આસપાસ ફરકતા નથી..આ એપને ચાલુ કરીએ ત્યારે 17 થી 22 કિલો હર્ટસના તરંગો આવે છે જે મચ્છરો અને માખીઓનોને ભાગવા માટે મજબૂર કરે છે. આ તરંગો માણસોને નથી સંભળાતા અને તે આપણા માટે ખતરનાક પણ નથી હોતા….એટલે સમજો કે મોટા રૂમોમાં મોબાઇલ ફોનના સ્પીકર ચાલુ કરીને પણ મચ્છર ભગાવી શકાય છે.

શું મચ્છર સાંભળી શકે છે?

જી હાં…મચ્છરો 2 હજાર હર્ટસ સુધી સાંભળી શકે છે. પુરુષ મચ્છરમાં સાંભળવાની ક્ષમતા વધારે હોય છે. લાંબા સમય સુધી માદા મચ્છરોને બહેરા માનવામાં આવતા હતા, પણ 2006 માં ગૈબીએલા ગીબ્સન અને ઇયાન રસેલ નામના સંશોધકોની ‘કરંટ બાયોલોજી’ મા પ્રકાશિત થયેલી શોધ મુજબ માદા મચ્છર પણ સાંભળી શકે છે. મચ્છર તેના માથા ઉપર બે પંખ વાળા એન્ટીનાથી સજ્જ હોય છે, તેનો ઉપયોગ કરીને તેઓ સાંભળી શકે છે.

– મચ્છર આપણને કેવી રીતે શોધે છે?

આપણને હંમેશા થતું હોય છે કે મચ્છરો આપણને શોધી કેવી રીતે કાઢે છે ? તો કેલિફોર્નિયાના એક સંશોધન પ્રમાણે માણસોની ગંધ, શરીરમાંથી નીકળતી ગરમી અને મચ્છરોની તેજ ઇન્દ્રિયોના કારણે માણસોના હોવાની ખબર પડી જાય છે. માદા મચ્છર હંમેશા માણસોના લોહીને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. આ એક કારણના લીધે માણસ સહિત ઘણા પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માદા મચ્છર સેસિંગ ઓર્ગન્સના લીધે 30 ફૂટથી વધારે દૂરથી પણ ઓળખી લે છે. આ કારણે મચ્છર અંધારામાં પણ માણસોની પાસે પહોંચી જાય છે.
– ગર્ભવતી સ્ત્રીઓ સામાન્ય માણસના તુલના પ્રમાણે ૨૦ ટકા વધારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તેવામાં મચ્છર તેમને વધારે કરડે છે. એક શોધમાં એક વાત પણ મળી હતી કે જો કોઈને પરસેવો વધારે થાય છે તો તેને મચ્છર બીજા લોકો કરતા વધારે કરડે છે.

-મચ્છરો ગણગણ કેમ કરે છે?

મચ્છરની ગુંજ તેની પાંખને ફફડાવવાનો અવાજ હોય છે. ઘણા વૈજ્ઞાનિકોના મતે મચ્છરનો આ અવાજ તેમને વિપરીત લિંગની શોધ કરવામાં મદદ કરે છે. લુઇસ ઇમ રોથના સંશોધનો કહે છે કે જ્યારે માદા મચ્છર ઉડે છે ત્યારે તે નર મચ્છરની પાસે જાય છે. એ ગુંજ તેની શોધમાં હોય છે.
મચ્છર કરડવાથી થઈ શકે છે ઘણી બીમારીઓ

WHO ના પ્રમાણે, મેલેરિયાથી દર વર્ષે 4 લાખથી વધારે મોત થતા હોય છે. જ્યારે ડેન્ગ્યુ 96 મિલિયનની આસપાસ રોગ સૂચક મામલો અને દર વર્ષના અનુમાનિત 40,000ના મોતનું કારણ બને છે.

મચ્છર કરડે તો શું લેશો કાળજી ?

નિષ્ણાતોના મતે ઘણા લોકો મચ્છરોના કરડવાને ગંભીર સમજતા નથી. એટલે ઘરમાંથી જ કંઈક ઉપાય અપનાવીને મચ્છરોને કરડવાથી થતી એલર્જીથી રાહત મેળવી લે છે. ઘણા કેસમાં એવું પણ હોય છે જેમાં લોકોને ડોક્ટરની પાસે જવું પડે છે. મચ્છરોના કરડવાથી કોઈ ખતરનાક અને જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. જોકે તેનાથી બચવા માટે બધી આવશ્યક નિયમોનું પાલન કરવું જરૂરી છે.જે જગ્યાએ મચ્છર કરડ્યું હોય ત્યાં ખંજવાળવું નહીં. સાબુ અને પાણીથી સારી રીતે તેને ધોઈ લેવું. આ સિવાય હાઇડ્રોકટિસોન ક્રીમ લગાડી શકાય છે.

– મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ :

– મેલેરિયા
– ડેન્ગ્યુ
– ચિકનગુનિયા
– જીકા વાયરસ
– યકો ફીવર
– જાપાની અન્સેફ્લાઇપિસ કે બ્રેન ફીવર
– ફાઇલેરિયા કે હાથીપગ

– આવા લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની પાસે જવું

– તાવ
– માથું દુખવું
– આંખો દુખવી
– શ્વાસ ચડવો
– ઠંડી લાગવી
– થાક અને અશક્તિ લાગવી
– પીલિયા થવો
– ઉલટી થવી
– પેઢામાંથી લોહી નીકળવું
– ગરદનમાં જડતા આવવી

————————

– મચ્છરોથી બચવા ના ઉપાયો:

– તજનો સ્પ્રે વાપરવો
– આખા કપડાં પહેરવા
– સુવા સમયે પંખો વધારે કરીને સુવુ
– દરવાજા અને બારીઓ ઉપર જાળી લાગવવી
– ઘર અને આપણી આસપાસ ચોખ્ખાઈ રાખવી
– મચ્છરદાનીનો ઉપયોગ કરવો
– લીમડાના તેલ ને હાથ પગ ઉપર લગાવું
– ફુદીનાના પત્તાના રસને છાંટવો
– ઘરમાં લાગેલો તુલસીનો છોડ મચ્છરોથી દૂર રાખે છે
– સુતા સમયે ચમકદાર કે હલકા રંગના કપડા પહેરવા
– મચ્છર મારવાવાળા રેકેટનો ઉપયોગ કરવો

Continue Reading

Trending

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.